સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા 2025 માટે 1340 જુનિયર ઇજનેર (Junior Engineer) પદ માટે ઓનલાઈન અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે. તમે ઈજનેરી ક્ષેત્રના ડિગ્રી અથવા ડિપ્લોમા ધારક છો? તો તમારા માટે આ એક શાનદાર તક છે!
ભરતી સંસ્થાનું નામ:
Staff Selection Commission (SSC)
સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) એ ભારત સરકારની અગ્રણી ભરતી સંસ્થા છે, જે વિવિધ સરકારી વિભાગોમાં નોકરીની તકો પૂરી પાડે છે. આ ભરતી દ્વારા તમે દેશના વિકાસમાં યોગદાન આપી શકો છો.
ખાલી જગ્યાનું નામ અને કેટેગરી:
પદ: Junior Engineer
વિભાગો: Civil, Electrical, Mechanical
કુલ જગ્યાઓ: 1340
લાયકાત (Eligibility Criteria):
શૈક્ષણિક લાયકાત:
સિવિલ, ઈલેક્ટ્રિકલ અથવા મેકેનિકલ ઈજનેરીમાં ડિગ્રી અથવા ડિપ્લોમા.
ફી સ્ટ્રક્ચર:
કેટેગરી | ફી |
---|---|
General/OBC | ₹100/- |
SC/ST/PH/મહિલા | શૂન્ય (NIL) |
ચુકવણી રીત: ઓનલાઈન (ડેબિટ કાર્ડ/ ક્રેડિટ કાર્ડ/ નેટ બેંકિંગ)
મહત્વપૂર્ણ તારીખો:
- ફોર્મ ભરવાનું શરૂ: 30 જૂન, 2025
- છેલ્લી તારીખ: 21 જુલાઈ, 2025
- આ તારીખ સુધીમાં તમારી અરજી સબમિટ કરવાની રહેશે, તેથી સમયસર અરજી કરવાનું ભૂલશો નહીં!
પગાર ધોરણ:
આ પદો ગ્રુપ ‘B’ (નૉન-ગેઝેટેડ), નોન-મિનિસ્ટ્રીયલ તરીકે Level-6 (₹35,400 – ₹1,12,400/-) મુજબ પગાર મળશે – 7મા પગાર પંચના માપદંડ અનુસાર.
કેવી રીતે અરજી કરવી?
- યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોને SSCની અધિકૃત વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરવી પડશે.
- અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત અનિવાર્ય રીતે વાંચવી.
ઇચ્છુક અને લાયક ઉમેદવારોએ SSC ની સત્તાવાર વેબસાઇટ https://ssc.gov.in/ દ્વારા ઓનલાઇન અરજી કરવાની રહેશે. અરજી પ્રક્રિયા સરળ છે, પરંતુ અરજી કરતા પહેલાં સત્તાવાર નોટિફિકેશન વાંચવાની સલાહ આપવામાં આવે છે જેથી તમે તમામ જરૂરી વિગતો અને સૂચનાઓથી વાકેફ થઈ શકો.
સત્તાવાર નોટિફિકેશન વાંચો: જૉબ નોટિફિકેશન PDF
ઓનલાઈન અરજી કરો (SSC વેબસાઈટ): Apply Online
જો તમે ઇજનેરી ક્ષેત્રમાં નોકરી શોધી રહ્યા છો અને સરકારી નોકરી મેળવવા માટે ઉત્સુક છો તો આજે જ અરજી કરો!
આ પોસ્ટ તમારા મિત્રો અને ગ્રુપમાં શેર કરો જેથી વધુ લોકોને માહિતી મળી શકે. આ તકનો લાભ લો અને તમારી કારકિર્દીને નવી ઊંચાઈઓ પર લઈ જાઓ!